Site icon Revoi.in

ગણેશ ચતુર્થી પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની

Social Share

સુરત :ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે, તેને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે અને બાપ્પાના ભક્તો ગણપતિજીની પ્રતિમાને ઘરમાં લઈને તેમની ભક્તિ ભાવથી પૂજા કરશે. આ વર્ષે ગણેશ ભક્તો માટે ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે, શાસ્ત્રોમાં ગણેશજીના જન્મ સમય વિશે જણાવવામાં આવ્યું છે તેવો જ કંઈક સંયોગ બની રહ્યો છે. આવો શુભ સંયોગ 10 વર્ષ પહેલા 2012માં બન્યો હતો.

સુરતની બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરતના બજારમાં મૂર્તિઓની સાથે શ્રૃંગારમાં વિવિધ વસ્તુઓ જોવા મળે છે. સુરતની બજારમાં આ વખતે વિવિધ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે. બજારમાં હાલમાં સાફા, લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રીયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, ડગડું શેઠ પાઘડીએ આકર્ષણ જમાવ્યું છે. બજારમાં 300થી 2 હજાર સુધી પાઘડીઓ મળી રહી છે. સુરતની બજારોમાં અંકલેશ્વર ભાવનગરથી લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત બજારમાં ધૂમ ખરીદી થતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે.

ગણપતિ મહોત્સવને રોનક પરી એકવાર શહેરમાં દેખાઈ રહી છે લોકો ગણપતિ ની મૂર્તિઓની સાથે તેના શૃંગારની વસ્તુઓની પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ ગણપતિજીના શૃંગારમાં આ વખતે અલગ અલગ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે. આ પાઘડીઓ માં રાજાશાહી ઠાઠથી લઈ મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે.