Site icon Revoi.in

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સાજીથ પ્રેમદાસા એ દાવેદારી પાછી ખેંચી, સાથે જ ટ્વિટ કરીને પીએમ મોદીને મદદ જારી રાખવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ- શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આજે 20 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી છેવટે યોજાઈ રહી છે. ચૂંટણી પહેલા વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ, જેઓ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેમણે પોતાની જાતને રેસથી દૂર કરી દીધી અને કહ્યું કે હું રાષ્ટ્રપતિ પદ માટેની મારી ઉમેદવારી પાછી ખેંચું છું. આ સાથે તેમણે કહ્યું કે અમારા વિપક્ષી સાથી પક્ષો આ દિશામાં વધુ મહેનત કરશે.

સાજીથ પ્રેમદાસાએ ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું છે કે, ‘આવતીકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે પણ હશે, હું ભારતના વડા પ્રધાન માનનીય નરેન્દ્ર મોદીને નમ્ર અને હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે તેઓ મદદ કરવાનું ચાલુ રાખે. 

આ સાથે જ તેમણે વધુમાં પીએમ મોદીને લઈને લખ્યું કે વડાપ્રધાન મોદી ભારતના તમામ રાજકીય પક્ષો અને ભારતના લોકોને વિનંતી કરે છે કે માતા લંકા અને તેના લોકોને આ આપત્તિમાંથી બહાર આવવામાં મદદ કરે.

સજીથ પ્રેમદાસાએ રવિવારે પોતાના નિવેદનમાં ભારતની મદદની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભારત પાસેથી મદદ અને સમર્થન મેળવવાનું ચાલુ રાખશે. તેમણે ભારત સરકારના જબરદસ્ત સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આજે શ્રીલંકામાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે, સંસદ 44 વર્ષમાં પ્રથમ વખત 20 જુલાઈ બુધવારે ત્રિકોણીય હરીફાઈની સાક્ષી બનશે. જેમાં રાનિલ વિક્રમસિંઘે પ્રથમ વડાપ્રધાનથી કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. બીજા સ્થાને રાષ્ટ્રપતિ પદ માટે રાજપક્ષે સરકારના ભૂતપૂર્વ મીડિયા પ્રધાન અને SLPP સભ્ય ડુલ્સે અલ્હાપારુમા છે, જ્યારે ત્રીજા દાવેદાર તરીકે માર્ક્સવાદી પક્ષના નેતા અનુરા કુમારા દિસાનાયકેનું નામ રેસમાં સામેલ થયુ છે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેની ફરિયાદ બાદ મંગળવારે શ્રીલંકાના સંસદ સંકુલમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.