અમદાવાદઃ શહેરમાં એર ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ એરપોર્ટ ઉપર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલું જ નહીં સોનાની દાણચોરી કરનારાઓમાં પણ અમદાવાદ એરપોર્ટ હોટસ્પોટ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનું બિનવારશી હાલતમાં મળી આવ્યું હતું. તાજેતરમાં જ એરપોર્ટના ટોયલેટમાંથી 800 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. દરમિયાન ફરી એકવાર બાથરૂમમાંથી 116 ગ્રામ વજનના કુલ છ સોનાના બિસ્કીટ મળી આવ્યાં હતા.
ગુરુવારે હાઉસકીપિંગના સુપરવાઈઝર હરવિંદર નારુકાને ટોઈલેટની ફ્લશ ટેન્કમાંથી પ્લાસ્ટિકની 2 થેલી મળી આવી હતી..જેની તપાસ કરતા તેમાંથી સોનાના 2 કડાં મળી આવ્યા. જેનું વજન 800 ગ્રામ થયું હતું. ગોલ્ડ મળ્યાની જાણ કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(Photo-File)