Site icon Revoi.in

અમદાવાદઃ રિલીફ રોડ પર એક કોમ્પલેક્ષમાં લાઘી ભીષણ આગ, 6 દુકાનો આગની લપેટમાં

Social Share

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં જોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગની લપેટમાં છ જેટલી દુકાનો આવી હોવાનું જાણવા મળે છે. આગની આ ઘટના શોર્ટસરકીટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રિલીફ રોડ વિસ્તારમાં એક કોમ્પલેક્સમાં આજે આગની ઘટના બની હતી. ગણતરિની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની લપેટમાં છ જેટલી દુકાનો આવી ગઈ હતી. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. આગ લાગતા આસપાસના રહિશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની છ જેટલી ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગ શોર્ટ સરકીટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયરબ્રિગેડે તપાસ શરૂ કરી હતી.

Exit mobile version