Site icon Revoi.in

અમદાવાદઃ બાપુગનરમાં ગેસનો બાટલો લિકેજ થતા આગ લાગી, બાળકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર ગેસ લિકેજને કારણે સિલિન્ટરમાં આગની ઘટના બની હતી. જેમાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં એક ઝુંપડામાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ આગ કાબુમાં આવી ગઈ હતી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. આ દૂર્ઘટનામાં 3 વર્ષના જયવીરસિંહ મકવાણા નામના બાળકનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓ દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગેસનો બાટલો લીક થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. જો કે, આ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયરબ્રિગેટની ટીમે તપાસ શરૂ કરી છે.

અત્રે લ્લેખનીય છે કે, તાજેતરમાં અમરાઈવાડી વિસ્તારમાં એક મકાનમાં ગેસનો સિલિન્ટર લિકેજ થતા પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓ દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. દરમિયાન ગણતરીના દિવસોમાં જ આવી વધુ એક ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે.

(Photo-File)