અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી કરનારા દાણચોરો માટે સ્વર્ગ સમાન હોય તેમ અવાર-નવાર વિદેશથી સોનુ લઈને આવતા દાણચોરો ઝડપાય છે. દરમિયાન દુબઈથી ફ્લાઈટમાં આવેલા શખ્સને રૂ. 4.21 કરોડની કિંમતના 8 કિલો સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના સાગરિતને પણ ઝડપી લેવામાં આવ્યો હતો આ મુસાફરની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પેસેન્જરને કબૂલ્યું હતું કે, તેણે અગાઉ દાણચોરીનું સોનું ગ્રીન ચેનલ પહેલાં એરપોર્ટ પર એક વ્યક્તિને સોંપ્યું હતું. ગોલ્ડ મેળવનારની ઓળખ એરપોર્ટ ખાતેની ડ્યૂટી ફ્રી શોપમાં કર્મચારી તરીકે થઈ હતી. ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની ધપરકડ બાદ તેણે પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે, દાણચોરીના સોનાનું ક્ધસાઈનમેન્ટ તેને મળવાનું હતું. તેણે અગાઉ પણ સોનાની દાણચોરીમાં મદદ કરી હોવાની કબૂલાત કરી હતી. ડીઆરઆઇ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. તાજેતરમાં ડીઆરઆઈએ રૂ. 2.6 કરોડની કિંમતનું 4 કિલો સોનું જપ્ત કર્યું હતું.