Site icon Revoi.in

અમદાવાદઃ AMTS કરોડોની ખોટ વચ્ચે ચાંદખેડા અને નિકોલમાં બસ ટર્મિનસ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદના માર્ગો ઉપર દોડતી એએમટીએસ ખોટ કરતી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એએમટીએસમાં વર્ષે લગભગ 350 કરોડનું નુકસાન થતું હોવાનું જાણવા મળે છે. કોરના મહામારીને પગલે એએમટીએસની આવકમાં પણ વધાટો થયો છે. દરમિયાન શહેરના નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નવા બે બસ ટર્મિનસ બનાવવાના નામે રૂ.2.38 કરોડ ખર્ચવા જઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સારંગપુર, કાલુપુર, મણીનગર સહિતના બસ ટર્મિનસ અને અલગ અલગ બસ સ્ટેન્ડની હાલત અત્યારે ખરાબ છે. જેને રિડેવલોપ કે રિપેરિંગ કરવાની જગ્યાએ નવા મોટા બસ ટર્મિનસ ઉભા કરવા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.  દરમિયાન AMTS વર્ષ 2020-21 રૂ. 355 કરોડ જયારે વર્ષ 2021-22 રૂ. 389 કરોડની ખોટમાં થઈ હતી.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીમાંના નિકોલમાં રૂ.90.60 લાખ અને ચાંદખેડા વિસ્તારમાં રૂ. 1.48 કરોડ એમ કુલ રૂ. 2.38 કરોડના બે નવા બસ ટર્મિનસ બનાવવા માટેની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આમ હવે કોરોડોના ખોટ વચ્ચે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા બે નવા ટર્મિનસ ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

(Photo-File)