Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનામાં કેસ વધતા હવે AMC ટેસ્ટીંગ માટે ખાનગી લેબની લેશે મદદ

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. જેથી મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે ખાનગી લેબની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં રોજના લગભગ 17 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવા માટે મનપા દ્વારા ખાનગી લેબની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના સ્થળો ઉપર ખાનગી લેબની મદદથી લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિ. હવે રાજ્ય સરકારે નક્કી કરેલી 9 જેટલી લેબોરેટરીની મદદ લેશે. મ્યુનિ. ચોક્કસ જગ્યાઓ પર આ ખાનગી લેબોરેટરીઓને ટેસ્ટ માટે જગ્યા આપી ત્યાં કરાતા ટેસ્ટની ચુકવણી પણ કરશે. હાલ એસવીપી હોસ્પિટલ પાસે માત્ર 1200 જેટલા જ મહત્તમ ટેસ્ટ કરવાની ક્ષમતા છે ટેસ્ટ વધારવા માટે મ્યુનિ.એ ખાનગી લેબોરેટરીનો સહારો લીધો છે. ટેસ્ટ માટે મ્યુનિ. દ્વારા પ્રતિ ટેસ્ટ અંદાજે 320 જેટલી રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે ખાનગી વ્યક્તિને ટેસ્ટ માટે રૂ. 400 જેટલી રકમ ખાનગી લેબોરેટરીમાં ચૂકવવાની થાય છે. શહેરમાં રેલવે સ્ટેશન, એસટી ડેપો જેવા સ્થળોએ પણ આ ખાનગી લેબોરેટરીની સહાય લેવામાં આવે તેવી શક્યતા છે. હાલ શહેરમાં રોજ સરેરાશ 17 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરવામાં આવ્યાં હતા. આ બુથ ઉપર શંકાસ્પદ દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે.

(Photo-File)