અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો હક લધુમતી સમાજનો હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે. દરમિયાન વહેલી સવારે હિન્દુ સંગઠન બજરંગ દળના કાર્યક્રરોએ કાર્યાલય ઉપર હજ હાઉસ નામનું બોર્ડ લગાવ્યું હતું. તેમજ બહાર દોરવામાં આવેલા કોંગ્રેસના ચૂંટણી પ્રતિક ઉપર સફેદ રંગથી દૂર કર્યાં હતા. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા કોંગ્રેસના નેતાઓના બેનર ઉપર શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
બજરંગ દળના કાર્યાકરોએ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા રાજકીય મહાનુભાવોના બનરો ઉપર શાહી લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા હતા. તેમજ તાત્કાલિક પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.