Site icon Revoi.in

અમદાવાદ શ્રેષ્ઠત્તમ સુવિધાઓના કારણે મેડિકલ ટુરીઝમ હબ તરીકે ઉભરી આવ્યુંઃ મંત્રી ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાનું પીએમ મોદીએ  જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં વિવિધ વિભાગોમાં સમગ્ર રાજ્યભરમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા આવે છે. અહીં સારવાર કરાવવા આવતા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો આરોગ્ય વિભાગ અને હોસ્પિટાલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં કીડની ઈન્સ્ટીટ્યુટ અને હાર્ટ હોસ્પિટલ લઈની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે વર્ષના સમયગાળામાં 97 વ્યક્તિઓએ અંગદાન કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર 96 વ્યક્તિઓના અંગદાનમાં 303 જેટલા અંગ મળ્યાં હતા. જેથી 280થી વધારે દર્દીઓમાં સફળતાપૂર્વક તેનું પ્રત્યારોપણ કરીને નવુ જીવન બક્ષવામાં આવ્યું છે.