Site icon Revoi.in

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન લીધાનું સર્ટી હવે સાથે જ રાખવું પડશે.

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે.આ અંગે સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

Exit mobile version