Site icon Revoi.in

અમદાવાદઃ ચિત્રકાર મિનાક્ષીબેન પટેલના ચિત્રોના પ્રદર્શનનું આયોજન

Social Share

અમદાવાદઃ શહેરના લો-ગાર્ડન નજીક આવેલા રવિશંકર રાવલ કલા ભવન ખાતે ચિત્રકાર મિનાક્ષીબેન પટેલના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ગુજરાત સ્ટેટ લલીત કલા એકડેમી અને આક્રિતી આર્ટ ગેલરીના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ્રે ચીફ ગેસ્ટ તરીકે કલાકાર ચિત્રામ રાજુલ, મીનોતી પટેલ, કોકીલાબેન જી પટેલ અને અતુલ પડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ચિત્ર પ્રદર્શન તા. 6 ડિસેમ્બર સુધી કલાપ્રેમીઓ નિહાળી શકશે. પ્રદર્શનમાં મિનાક્ષીબેનની કલાને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આવી રહ્યાં છે.

આ પ્રસંગ્રે ચિત્રકાર મિનાક્ષી પટેલે જણાવ્યું હતું કે, હોમ સાયન્સમાં ચાઈલ્ડ ડેવલોપમેન્ટ વિભાગમાં સ્નાતક કર્યા પછી કલામાં રસ હોવાથી વર્ષો બાદ ફરીથી ચિત્રકામ શરુ કર્યું હતું. 60 વર્ષ પછી વોટરકલરમાં ફુલોના વિષયને કેન્દ્રીત કરીને કુદરતને વધુ નજીક રહેવા ચિત્રોમાં ફુલો ચિતરવાના રાખ્યાં હતા. આમ તો જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી જે સફર કરાય છે તેમાં ફુલોનું યોગદાન મહત્વનું છે જે માટે તેમાં જ કાર્ય કરવાનું અને તે ભક્તિના માર્ગનો રિયાજ કરવો ગમે છે અને ચિત્ર સર્જન થયા કરે છે.