Site icon Revoi.in

અમદાવાદઃ ચોમાસા બાદ રૂ. 230 કરોડના ખર્ચે રોડ-રસ્તાનું રિસરફેસ કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખાડા પડ્યાં હતા. જેથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. શહેરના ખરાબ રસ્તાઓ મુદ્દે હાઈકોર્ટે પણ અગાઉ મનપા તંત્રનો ઉઘડો લીધો હતો. દરમિયાન ચોમાસા બાદ શહેરમાં અત્યાર સુધીમાં લગભગ રૂ. 230 કરોડથી વધારેના ખર્ચે રસ્તા રિસરફેસ કરવામાં આવ્યા હોવાનો મનપાએ દાવો કર્યો છે. બીજી તરફ વિપક્ષે રોડ-રસ્તાઓ મુદ્દે સત્તાધારી ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે હાલ મહાનગરપાલિકા દ્વારા 230 કરોડથી વધુ ખર્ચે રોડ રસ્તા રિસરફેસ થયા છે. જે કદાચ પહેલીવાર આટલા મોટા બજેટનો ઉપયોગ કરાયો છે. એક અંદાજ મુજબ 4 લાખ મેટ્રીક ટનથી વધુ ડામરનો ઉપયોગ કરાયો છે. જે કદાચ પાછલા અનેક વર્ષેના કામ કરતા સૌથી વધુ છે. હજુ મહાનગર પાલિકા એક અંદાજ મુજબ 1.5 લાખ મેટ્રીક ટન ડામરનો ઉપયોગ કરી શહેરના રોડ રસ્તા રિસરફેસ કરશે.

દરમિયાન AMC ના વિપક્ષએ ભાજપ પર રોડ રસ્તા મુદ્દે આરોપ લગાવતા કહ્યું હતુ કે ભાજપ શાસકોએ મળતિયા કોન્ટ્રાક્ટરોને સાથે રાખી માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ચોમાસા બાદ 500થી વધુ રોડ રિસરફેસ તેમજ ખાડા પુરાણ પાછળ 250 કરોડનો ખર્ચે કરાયો છે. તેમ છતા આજે શહેરના અનેક વોર્ડમાં રસ્તા તુટેલા છે. ખાડા રાજ ચાલી રહ્યો છે. કરોડ રૂપિયાના ખર્ચ થયો છે પરંતુ પૈસા માત્ર કોન્ટ્રાકરને ફાયદો કરવા જ થયું હોય તેમ લાગે છે.