Site icon Revoi.in

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજનું કેમ્પસ બન્યુ ગ્રીન અનર્જી, 40 ટકા વીજળીની બચત

Social Share

અમદાવાદ : શહેરમાં આવેલી એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. કોલસામાંથી પેદા થતી વીજળીના બદલે રિંન્યુએબલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ મોટાપાયે  શરૂ કરાયો છે. ત્યારે વીજળી બચાવવાનો આ પ્રયાસ સમગ્ર ગુજરાતના એજ્યુકેશન ક્ષેત્રે પહેલો છે. 348 કિલોવોટની સોલર પેનલ એલ.ડી. એન્જીનીયરીંગ કેમ્પસમાં લગાવવામાં આવી છે.  40 ટકા વીજળીની બચત કેમ્પસમાં આવેલી 348 કિલો વોટ સોલાર પેનલથી બચત થતી હોવાનો દાવો કોલેજ દ્વારા કરાયો છે.

શહેરની એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજ ગ્રીન એનર્જી તરફ વળ્યું છે. જેથી પર્યાવરણને પણ ફાયદો થયો છે. કેમ્પસમાં AMC ના પાણીના બદલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ જળની સપાટી નીચી ના જાય એ માટે રેન વોટર હારવેસ્ટિંગ પર કામ કરાયું છે. હાલ કેમ્પસમાં 3 રિચાર્જ વેલ કાર્યરત છે અને અન્ય 3 રિચાર્જ વેલની મંજૂરી મળી છે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરતા પાણીની સપાટી નીચી જતી અટકે છે, આ યોજનાથી 2 કરોડ લીટર પાણી રિફિલ કરવામાં સફળતા મળશે. આ ઉપરાંત વપરાશ થયેલું પાણી ગંદુ થતા ગટરની પાઈપલાઈનમાં છોડી મૂકવામાં આવે છે. પરંતુ સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી એવું પાણી નાહવા અને પીવા માટે વાપરી ના શકીએ, પણ ગાર્ડનિંગના કામમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત એનર્જી ડેવલમેન્ટ એન્જસી સાથે પ્રક્રિયા ચાલુ છે, અંદાજે 8 હજાર લીટર પાણીનો વપરાશ ગાર્ડનિંગ માટે થઈ શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એલડી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ફૂડ વેસ્ટ જનરેટ થાય છે, પરંતુ એનો યોગ્ય નિકાલ કરી ખાતર અને બાયોગેસ બનાવવામાં આવી રહ્યો છે. કેમ્પસમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઇલેક્ટ્રિક વ્હિકલની પણ માંગણી કરી છે. ત્યારે 3 ઇલેક્ટ્રિક વ્હિકલ માગ્યા છે જેથી શક્ય એટલું પેટ્રોલ-ડીઝલ બચાવી શકાય. ગ્રીન કેમ્પસ બનાવવા વૃક્ષો વાવવા પડે, એલ.ડી.માં 40 ટકા વૃક્ષોની જાળવણી કરવામાં આવી રહી  છે.