Site icon Revoi.in

AIIMS અને WHOના સર્વેમાં ખુલાસોઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો નહીં

Social Share

દિલ્હીઃ એઈમ્સ અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOના એક સર્વેમાં એવુ તારણ સામે આવ્યું છે કે, ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો ઉપર વધારે અસર નહીં થાય. જો કે, અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધ્યું હતું. મોટા અને બાળકોમાં સંક્રમણને દર લગભગ સમાન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

એઈમ્સના એક સીરો સર્વેમાં પહેલીવાર બાળકોને સામેલ કરવામાં આવ્યાં છે. આ સર્વે અનુસાર બાળકોમાં પણ સંક્રમણ વધારે છે અને જો ત્રીજી લહેર આવે છે તો તેમને વધારે ખતરો ના હોવો જોઈએ. જો વાયરસમાં મ્યુટેશન વધારે હશે તો માત્ર બાળકો જ નહીં મોટા લોકો માટે પણ એટલો જ ખતરો છે.

એઈમ્સના સર્વેમાં 4509 લોકોએ ભાગ લીધો હતો. પાંચ રાજ્યોમાં 3809 પુખ્તવયના અને બેથી 17 વર્ષ સુધીના 700 બાળકોને સર્વેમાં સમાવવામાં આવ્યા હતા. સર્વેમાં સિનિયર સિટીઝનોની પોઝિટિવિટી 63.5 ટકા નોંધાઈ હતી. જ્યારે બાળકોમાં આ 55.7 ટકા હતી.

અભ્યાસમાં જોડાયેલા એઈમ્સના કોમ્યુનિટી મેડિસિનના તબીબ પુનીત મિશ્રએ કહ્યું હતું કે, આ આંકડા દર્શાવે છે કે જેટલું સંક્રમણ મોટા લોકોમાં જોવા મળ્યું એટલું જ સંક્રમણ બાળકોમાં પણ જોવા મળ્યું છે.

અભ્યાસ માટે દિલ્હીની પુનર્વાસ કોલોની, દિલ્હીનો ગ્રામ્ય  વિસ્તાર, ભુવનેશ્વરનો ગ્રામીણ વિસ્તાર, ગોરખુપુરનો ગ્રામીણ વિસ્તાર, ગોરખપુરનો ગ્રામ્ય વિસ્તાર અને અગરતલાના ગ્રામ્ય વિસ્તારમાં તા. 15 માર્ચથી 16મી જૂન સુધી સર્વે કરવામાં આવ્યો હતો. અભ્યાસના રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં સીરો પોઝિટિવિટીનો દર ઓછો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાની સરખામણીમાં બાળકોમાં ઓછી સીરો પોઝિટિવિટી જોવા મળી હતી.

ડો. પુનિત મિશ્રએ જણાવ્યું હતું કે, ગોરખપુરમાં સીરો સર્વિલાન્સ દર 87.9 ટકા જોવા મળ્યો છે. બેથી 18 વર્ષ વચ્ચેની ઉંમરતના બાળકોમાં 80.6 ટકા અને 18થી વધુ ઉંમરમાં 90.3 ટકા જોવા મળ્યો છે. સીરો પોઝિટિવ મળી આવ્યા બાદ ત્રીજી લહેર આવવાની આસંકા ખુબ ઓછી છે.