Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં આજે વાયુસેનાનું શક્તિ પ્રદર્શન – રાફેલની ગર્જનાથી પાકિસ્તાને મળશે ચેતવણી  

Social Share

દિલ્હીઃ- ભારત સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુનેવધુ મજબૂત બનાવાની દિશામાં અથાગ પ્રયત્ન કરી રહ્યું છે જેમાં તેને સફળતા પણ મળી રહી છે ખાસ કરીને જો વાયુસેનાની વાત કરવામાં આવે તો રાફેલ લાડકુ એરક્રાફ્ટ સેનામાં સામેલ થયા બાદ સેનાની તાકાત બમણી થઈ છે.,ત્યારે આજરોજ જમ્મુ કાશ્મીર સ્થિતિ ઉધમપુર સરહદ પાસે વાયુસેના પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.અહી આજરોજ ેરશોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શો દરમિયાન એસોલ્ટ લેન્ડિંગનું પણ નિદર્શન કરવામાં આવશે. રાફેલ વિમાન સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ સિવાય ફાઈટર હેલિકોપ્ટર ચિનૂક, અપાચેના કારનામા પણ જોવા મળશે. નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

કાશ્મીરના ઉધમપુરમાં વાયુસેના  પોતાની તાકાતની ઝલક બતાવવા જઈ રહી છે. ફાઈટર એરક્રાફ્ટ રાફેલ, જગુઆર અને મિગ-29 એરફોર્સ સ્ટેશન પર પોતાની શક્તિ બતાવશે. 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાના 90 વર્ષ પૂર્ણ થયા. તેને ધ્યાનમાં રાખીને અહીં એક એર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં ભાગ લેવા માટે દેશના ઘણા સ્ટેશનોથી વિમાન ઉધમપુર પહોંચ્યા છે.

આ એર શોમાં રાફેલ અને જગુઆર સહિત વિવિધ ફાઇટર એરક્રાફ્ટ રોમાંચક પરાક્રમો બતાવશે. ભારતીય ફાઈટર પ્લેનના પરાક્રમ પાકિસ્તાન માટે આ એરક્રાફ્ટની ગર્જના ચેતવણી સમાન બનશે. રાફેલની ગર્જનાથી પાકિસ્તાન અને ચીન બંને હચમચી જશે.સીમા પર આ એરશો હોવાથી પાડોશી દુશ્મન દેશની આજ ઊંધ ખરાબ થાય તો નવાઈ નહી હોય