Site icon Revoi.in

એર ઈન્ડિયાએ A350 પ્લેનનો ફર્સ્ટ લુક કર્યો જાહેર, જુઓ નવા લોગો અને ડિઝાઈન સાથે નવી ઝલક

Social Share

દિલ્હી: ટાટા ગ્રૂપની માલિકી ની એરલાઇન એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓના નવા યુનિફોર્મ સાથે મેળ ખાતી પેઇન્ટ જોબ પછી તેના નવા A350 એરક્રાફ્ટનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. A350ની આ લેટેસ્ટ તસવીર ફ્રાંસના ટુલુઝમાં એક વર્કશોપમાં ક્લિક કરવામાં આવી છે. એરલાઈને આ વર્ષની શરૂઆતમાં પોતાની જાતને નવા રેડ-એબર્જિન-ગોલ્ડ લુક અને નવા લોગો ‘ધ વિસ્ટા’ સાથે રિબ્રાન્ડ કરી હતી.

એર ઈન્ડિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે “નવા રંગીન એરક્રાફ્ટ આ વિન્ટર સીઝનમાં ભારતમાં આવશે,”આ રહ્યા ટુલૂજમાં પેન્ટ શોપન પર અમારા નવા યુનિફોર્મમાં A350નો ફર્સ્ટ લુક છે. અમારું A350 એરક્રાફ્ટ આ વિન્ટર  સિઝનમાં ઘરે આવવાનું શરૂ કરશે.

જ્યારથી ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે ત્યારથી એરલાઈન કંપની પોતાની અલગ ઓળખ બનાવવા માટે સતત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એર ઈન્ડિયાના આ નવા દેખાવ માટે અને તેના સમગ્ર કાફલાને નવો દેખાવ આપવા માટે $400 મિલિયનનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ એર ઈન્ડિયા એ કહ્યું હતું કે તેનો નવો લોગો ‘ધ વિસ્ટા ગોલ્ડ વિડો’ની ફ્રેમથી પ્રેરિત છે. એરલાઇનના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે તેની ભવ્ય એરલાઇન હેરિટેજને જાળવી રાખવા માટે કંપની પોતાની જાતને સંપૂર્ણપણે બદલવા માટે કામ કરી રહી છે. નવા ગણવેશ અને ડિઝાઇનમાં ઊંડા લાલ, જાંબલી અને સોનાની હાઇલાઇટની પેલેટ તેમજ ચક્ર પ્રેરિત પેટર્ન છે.