Site icon Revoi.in

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચેની અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો

Social Share

દિલ્હી :  સુડાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે અથડામણ થયું હતું.આ અથડામણ વચ્ચે સુડાનના ઓમડુરમૈન શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઠવાડિયા સુધી ચાલેલા સંઘર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે રાજધાની ખાર્તુમની નજીક આવેલા શહેર ઓમડુરમૈનના રહેણાંક વિસ્તારમાં શનિવારે હુમલો થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. રાજધાની અને અન્ય શહેરોમાં સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચેની સૌથી ઘાતક અથડામણોમાંની એક હવાઈ હુમલો છે. ગયા મહિને ખાર્તુમમાં થયેલા હવાઈ હુમલામાં પાંચ બાળકો સહિત 17 લોકો માર્યા ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, RSFએ સેના પર ઓમડુરમૈનના રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ વિસ્તારોમાં હરીફ જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આરએસએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં 31 લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, સેનાએ એક મહત્વપૂર્ણ સપ્લાય કનેક્શન કાપવાનો પ્રયાસ કર્યો હતો.

RSF સુડાનની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત નિંદા કરે છે. જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુદાનની સશસ્ત્ર દળો (SAF) દ્વારા કરાયેલા ક્રૂર હુમલામાં 31 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા નાગરિકો ઘાયલ થયા છે.

Exit mobile version