Site icon Revoi.in

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની બોક્સ ઓફીસ પર ધમાલ – 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અજય દેવગન હાલ ચર્ચામાં છે, ફિલ્મ દ્ર્શ્યમ 2 ને લઈને તેઓ ખૂબ નામા મેળવની રહ્યા છે ત્યારે ફરી એક વખત તેમની આ ફિલ્મે કરોડોની કમાણી કરીને સાબિત કરી બતાવ્યું છે કે ફિલ્મ દ્ર્શયની જેમ જ ફિલ્મ દ્ર્શ્યમ 2 દર્શકોની પસંદ બની છે,ત્યારે હવે આ ફિલ્મ 10 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં આવેલી દ્રષ્યમ ફિલ્મે દર્શકોના દિલ જીત્યા હતા ત્યારે હવે ફિલ્મ 2 પણ દર્શકોને એટલી જ પસંદ આવી રહી છે.બોક્સ ઓફીસ પર હાલ અજય દેવગનની ફિલ્મ ઘમાલ મચાવતી જોવા મળી છે.

આ ફિલ્મ આ  વર્ષની સૌથી મોટી બીજી ઓપનિંગ લેનારી ફિલ્મ છે જેમાં પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હતી.  અજયની ફિલ્મ દ્રશ્યમ 2 ને હજી રિલીઝ થવાને 5  દિવસ પૂર્ણ થયા છે. કલેક્શનની દ્રષ્ટિએ તે સારું કામ કરી રહ્યું છે. ફિલ્મે પાંચમા દિવસે 10.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું કુલ કલેક્શન 86.66 કરોડ રૂપિયા થઈ ગયું છે.એટલે કે હવે આ ફિલ્મ 100 કરોડની કમાણી કરવામાં થોડી જ દૂર રહી છે.

અભિષેક પાઠકે ‘દ્રશ્યમ 2’નું નિર્દેશન કર્યું છે, જ્યારે પ્રિક્વલ એટલે કે ‘દ્રશ્યમ’નું નિર્દેશન નિશિકાંત કામતે કર્યું હતું. પરંતુ 2020માં લીવરની ગંભીર બિમારીને કારણે તેમનું નિધન થયું હતું. નિશિકાંતની જગ્યાએ હવે ડાયરેક્શન અભિષેક પાઠક સંભાળી રહ્યા છે.

 

Exit mobile version