Site icon Revoi.in

આ વર્ષે ઈદ પર્વ પર અક્ષય કુમાર-ટાઈટર શ્રોફ મચાવશે તરખાટ, નવી ફિલ્મનું ટીઝર રિલીઝ

Social Share

મુંબઈઃ બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર અને ટાઈટર શ્રોફ પહેલી વાર સાથે ધમાલ મચાવવા તૈયાર છે. તેમની ફિલ્મ બડે મિયા છોટે મિયાને લઈને buzz બનેલો છે. નિર્માતા અને ફિલ્મના સભ્યો અવાર-નવાર ફિલ્મને લઈને પોસ્ટર અને અપડેટ શેર કરતા રહેશે. જેના કારણે ચાહકોના વચ્ચે એક્સાઈટમેન્ટ લેવલ વધતું જઈ રહ્યું છે. હવે નિર્માતાઓને ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધુ છે. જેને જોઈ ચાહકોમાં ફિલ્મ રિલીઝ થવાની રાહ જોવાતી નથી. આ ફિલ્મ ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
બડે મિયા છોટે મિયામાં અક્ષય કુમાર અને ટાઈટર શ્રોફ જબરજસ્ત એક્શન કરતા જોવા મળવાના છે. ફિલ્મના પોસ્ટર પરથી જ સમજણ આવી ગઈ હતી કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. હવે ટીઝર જોઈને તો ચાહકોને મજા આવી ગઈ છે. અક્ષય કુમારએ ટીઝર રિલીઝના એક દિવસે પહેલા જ પોસ્ટ શેર કરીને કહ્યું હતુ કે ટીઝર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રિલીઝ થશે.
અક્ષય કુમાર અને ટાઈટર શ્રોફની મચએવેટેડ ફિલ્મ બડે મિયા છોટે મિયાના ટીઝરને લઈને લોકોના ધ્યાન ખેંચી લીધા છે. ધમાકેદાર એક્શનને જોઈને ચાહકોનું કહેવું છે કે, ઈદ પર ધમાકો થઈને રહેશે. હાલ અક્ષય કુમાર અને ટાઈટર શ્રોફ તેમની ફિલ્મના શૂટિંગ જોર્ડનમાં કરી રહ્યા છે. જેના લીધે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી હતી.

Exit mobile version