Site icon Revoi.in

ભારતીય મુસ્લીમોને ભડકાવવાનો વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રયાસ, જાણો શું કહ્યું

Social Share

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉભો થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને આ અરજી હજુ પેન્ડીંગ છે. દરમિયાન વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ-ઝવાહિરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે હિજાબ મુદ્દે ચર્ચામાં આવેલી યુવતીની પ્રશંસા કરી હતી. તેમજ મુસ્લિમોને હિજાબ મામલે સમર્થન આપવા મુસ્લિમોને સૂચના આપી હતી. બીજી તરફ વૈશ્વિક આતંકવાદી અલકાયદાના વડા અલ-ઝવાહીરીનો લાંબા સમય વીડિયો સામે આવતા અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોની સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે.

એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક હિજાબ વિવાદમાં આતંકવાદી સંગઠન અલ કાયદા પણ કૂદી પડ્યું છે. અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીએ વિડિયો જાહેર કરીને કહ્યું હતું કે વિશ્વભરના હિજાબના વિવાદ પર જે છોકરીઓ તેને પહેરવા માટે લડી રહી છે તેને મુસ્લિમોએ ખુલ્લેઆમ સમર્થન આપવું જોઈએ. ડેઈલી મેઈલની વેબસાઈટ પર હાજર 9 મિનિટના આ વીડિયોમાં જવાહિરીએ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને ચર્ચામાં આવેલી મુસ્કાનના વખાણ કર્યાં હતા.

અલકાયદાના નેતાએ કહ્યું કે, ફ્રાન્સ, ઈજિપ્ત અને હોલેન્ડ ઈસ્લામિક વિરોધી દેશો છે. આ સમયગાળા દરમિયાન જવાહિરીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર પણ પ્રહારો કર્યા હતા. 2021 બાદ જવાહિરીનો આ વીડિયો દુનિયાભરમાં સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ યુએસ ઈન્ટેલિજન્સ એજન્સી પણ હરકતમાં આવી ગઈ છે. જવાહિરી યુએસ 9/11 હુમલાનો આરોપી છે.

અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઇજિપ્તના રહેવાસી ઝવાહિરી આંખના ડૉક્ટર હતા. 2011માં તે અલ કાયદાનો વડા બન્યો હતો. વિશ્વભરમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ હોવાનું માનવામાં આવે છે. 15 વર્ષની ઉંમરે જવાહિરીની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 1974 માં કૈરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયો હતો. અહીં તેના પિતા પ્રોફેસર હતા.