Site icon Revoi.in

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો

Social Share

ટ્વિટરના સોર્સ કોડના ભાગો કેટલાક મહિનાઓથી સાર્વજનિક રીતે ઑનલાઇન ઉપલબ્ધ હતા. અહેવાલ મુજબ,કોડ સોફ્ટવેર ડેવલપર્સ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ GitHub પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જોકે ટ્વિટરની વિનંતી પર શુક્રવારે કોડને દૂર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોર્સ કોડમાં કેટલીક સિક્યોરિટી નબળાઈઓ છે જે હેકર્સને ટ્વિટર પર હુમલો કરવા, યુઝર ડેટા કાઢવા અથવા સાઇટને બંધ કરવાની મંજૂરી આપી શકે છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટર જે સોર્સ કોડ પર ચાલે છે તે સંભવતઃ કેટલાક મહિનાઓ સુધી સાર્વજનિક હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવ છે કે કોડ લીક માટે જવાબદાર વ્યક્તિએ ગયા વર્ષે ટ્વિટર છોડી દીધું હતું. ટ્વિટરે કેલિફોર્નિયાના ઉત્તરી જિલ્લા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટને વિનંતી કરી છે કે GitHubને કોડ શેર કરનાર વ્યક્તિ તેમજ તેને ડાઉનલોડ કરનારની ઓળખ કરવા આદેશ આપે.

તે જ સમયે, આ સમગ્ર મામલે એલન મસ્કની મુશ્કેલીઓ વધી શકે છે. ટ્વિટરે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આનાથી તેમના કોપીરાઈટનું ઉલ્લંઘન થયું છે. જેના પર હવે એલનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.

એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યુ હતું. ટ્વિટર ખરીદ્યા પછી તેણે ઘણા મોટા પગલાં લીધાં હતા, જેમાં કર્મચારીઓની છટણી અને ટ્વિટર માટે પેઇડ સબ્સ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી.ત્યાં હવે એલન મસ્કની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.