Site icon Revoi.in

અલાસ્કા: આજથી શરૂ થશે ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત ‘યુદ્ધ અભ્યાસ’

Social Share

દિલ્હી:ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા રક્ષા સહયોગના ભાગરૂપે બંને દેશો વચ્ચે શુક્રવારથી 17 મી સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થશે. 29 ઓક્ટોબર સુધી ચાલનાર ‘યુદ્ધ અભ્યાસ -2021’ અમેરિકાના અલાસ્કામાં સંયુક્ત આધાર એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન ખાતે યોજાશે, જેના માટે ગુરુવારે ભારતીય સેનાની એક પાયદળ બટાલિયનના 350 સૈનિકો રવાના થયા હતા.

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યુદ્ધ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચેનો સૌથી મોટો સંયુક્ત સૈન્ય તાલીમ અને સંરક્ષણ સહયોગ પ્રયાસ છે. તે બંને દેશો દ્વારા એકાંતરે આયોજિત કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં, તે રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયું હતું.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અભ્યાસ બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ વધારવાની દિશામાં એક બીજું પગલું છે. તેનો ઉદ્દેશ બંને સેનાઓ વચ્ચે સમજ અને પરસ્પર સહયોગ વધારવાનો છે. તેની 17 મી આવૃત્તિ ઠંડી જલવાયુ પરિસ્થિતઓમાં સંયુક્ત હથિયારોના યુદ્ધાભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.