Site icon Revoi.in

એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા – અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો દાવો

Social Share

એલિયન્સ એ હવે એવી વસ્તુ બની ગઈ છે કે જેને લઈને 100 ટકા તો કોઈને વિશ્વાસ આવતો નથી. અમેરિકાની સ્પેસ એજન્સી દ્વારા અવાર નવાર એલિયન્સને લઈને જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે નવો દાવો કરવામાં આવ્યો છે. વાત એવી છે કે નાસા દ્વારા દાવો કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે એલિયન્સ પૃથ્વી પર આવીને પરત ફરી ગયા.

આ સાથે, એજન્સીએ કહ્યું છે કે તે બીજી દુનિયાની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકે નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાસા પાસે ચોક્કસપણે આ સંબંધમાં કોઈ પુરાવા નથી, પરંતુ તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.

નાસાનું વિજ્ઞાન મિશન પૃથ્વીની બહાર જીવનના ચિહ્નો શોધવાના લક્ષ્‍ય પર કામ કરી રહ્યું છે. એક સરકારી સંસ્થાએ પોતાની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે. નાસા તરફથી માહિતીની સ્વતંત્રતા વિનંતી હેઠળ આ સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ 30 નવેમ્બર, 2021 ના રોજ આપવામાં આવ્યો હતો.

નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટરની ઓફિસની વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલા અહેવાલમાં UFOની 144 ઘટનાઓની તપાસ કરવામાં આવી હતી, જેને સરકારે ‘અજ્ઞાત હવાઈ ઘટનાઓ’ (US UFO Incidents) ગણાવી હતી. અભ્યાસના અંત સુધીમાં, તપાસકર્તાઓ માત્ર એક ઘટના સમજાવી શક્યા. જેને ‘હવામાં હોવાની અવ્યવસ્થા’ તરીકે વર્ણવવામાં આવી હતી. તે રડાર સાથે સંબંધિત છે.