Site icon Revoi.in

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપણી કરતા ભારે વિરોધ ઊભો થયો છે. અને રૂપાલાએ માફી માગીને દિલગીરી વ્યક્ત કરવા છતાંયે હજુ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી, લોકસભાની ચૂંટણી ટાણે રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ બોલવામાં મર્યાદા જાળવવી જરૂરી છે. તેથી ભાજપના હાઈકમાન્ડ દ્વારા તમામ ઉમેદવારો અને નેતાઓને વિવાદાસ્પદ ટીપણીથી દૂર રહેવાની ખાસ સુચના આપવામાં આવી છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના  ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણી બાદ ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. ગુજરાત ભાજપના તમામ એટલે કે 26 ઉમેદવારોને વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.  પક્ષના ચૂંટણી પ્રભારી બી.એલ.સંતોષે આ અંગે સૂચના આપ્યા બાદ ભાજપ પ્રદેશ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ નિવેદનો ન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છતાંયે વિવાદ હજુ ઉકેલાતો નથી. ક્ષત્રિય સમાજના આક્રોશને ઠંડો પાડવા માટે ભાજપએ પક્ષના ક્ષત્રિય સમાજના આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે. અને ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાંયે હજુ વિવાદ ઉકેલાતો નથી.

સૂત્રોના કહેવા મુજબ ભાજપના હાઈકમાન્ડને પણ ફરિયોદ મળ્યા બાદ પક્ષના ચૂંટણી પ્રભારી બી.એલ સંતોષે ગુજરાત પ્રદેશ ભાજપને સુચના આપી હતી. તેથી પ્રદેશ ભાજપે વિડિયો કાન્ફરન્સથી તમામ ઉમેદવારોને તાકીદ કરી હતી કે, કોઈપણ સમાજ. જ્ઞાતિ કે વ્યક્તિના વિરોધમાં કોઈપણ વિવાદાસ્પદ ટીપણી કરવી નહીં. સભામાં ભાષણ કરતી વખતે પણ ભાષાની મર્યાદા જાળવવા. અને કોઈપણ સમાજની લાગણીને ઠેસ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી.