Site icon Revoi.in

શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થયાને દાઢ મહિનો વિતી ગયો છતાં ધો. 6 થી 8 સા.વિજ્ઞાનના પુસ્તકો છપાયા નથી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે ધો. 12ની શાળાઓ અને કોલેજોના શરૂ કરવાની મંજુરી આપ્યા બાદ હવે સામવારથી ધો. 9થી 11ની શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે.બીજીબાજુ બ્રિજ કોર્સનાં પુસ્તકો છાપવામાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને ધોરણ 6થી 8નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છાપવાનો સમય ન મળ્યો નથી. જો કે, દોઠ મહિનાથી શાળામાં ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે.પરંતુ પાઠ્યપુસ્તકના અભાવે વિદ્યાર્થીઓને વિષય સમજાતો નથી. જેથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે.

કોરોનાની મહામારીમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યની શાળાઓમાં વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્ર અને શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયાને દોઢ માસ જેટલો સમય વિતી ગયો છે. તેમ છતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર મફત પુસ્તકો ચાલુ વર્ષે હજુ મળ્યા નથી. રાજ્યના શિક્ષણ વિભાગના નિયમ મુજબ રાજ્યભરની સરકારી તેમજ ગાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો મળી રહે તે માટે ઉનાળુ વેકેશનમાં જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચતા કરવામાં નિયમ બનાવવામાં આવ્યો છે. જેના માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્ય પુસ્તકો છાપવાની થી લઈ તેમાં પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારણા સહિતની કામગીરી સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. તેમ છતાં મફત પાઠ્યપુસ્તકો સમયસર શાળામાં પહોંચતા કરવામાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે પ્રાથમિક શાળાના પુસ્તકો પણ એનસીઆરટી મુજબ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ નવા પાઠ્યપુસ્તકો સમયસર છાપવામાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ઉણું ઉતર્યું હોય તેમ હજુ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પુસ્તક મળ્યું નથી. કોરોનાને કારણે કેટલાક સમયથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્ર શરૂ થયાને દોઠ માસ થયા છતાં વિદ્યાર્થી પાઠ્યપુસ્તક મળ્યા નથી.