Site icon Revoi.in

બાબાન બર્ફાનીની ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બાદ ફરીથી અમરનાથની યાત્રા શરુ કરાઈ

Social Share

શ્રીનગર –  બાબા અમરનાથના દર્શન માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુંઓ જતા હોય છે ,દરેક લોકો અહી આવવા માટે ઘણા ઉત્સુક હોય છે જો કે આ વર્ષેની યાત્રામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો, બાબા બર્ફાનીની ગુફાથી થોડી દૂર વાદળ ફાટવાની ઘટના બની જેમાં 16 લોકોના અત્યાર સુધી મોતના ,માચાર મળ્યા છે ત્યારે આ ઘટના બાદ પણ શ્રદ્ધાળુંઓનો વિશ્વાસ અડગ જોવા મળ્યો છે અને લોકો યાત્રાએ જવા માટે ઉત્સુક છે.

પવિત્ર ગુફા પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે સાંજે યાત્રા રોકી દેવામાં આવી હતી. ગુફાની સામે છથી દસ ફૂટ સુધી કાટમાળ જમા થવાને કારણે યાત્રાનો માર્ગ પણ નાશ પામ્યો હતો. રવિવારે સાંજે પહેલગામ રૂટ યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હતો. જોકે, બાલતાલમાં યાત્રાના રૂટને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

હાલ પણ ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરમિયાન અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. પવિત્ર ગુફાના દર્શન કરવા માટે જમ્મુ બેઝ કેમ્પથી એક નવો સમૂહ રવાના થયો છે. પહેલગામ રૂટ પર આવેલા નુનવાન બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓનો એક સમૂહ પવિત્ર ગુફામાં રવાના કરવામાં આવ્યો છે.

અમરનાથ જી શ્રાઈન બોર્ડ દ્રાર મળેલી માહિતી પ્રમાણે આજરોજ  સોમવારથી આ જ રૂટ પર ફરી  યાત્રા શરૂ થઈ રહી છે, પરંતુ હેલિકોપ્ટર સેવા નુનવાન અને બાલટાલ બંને રૂટથી ઉપલબ્ધકરવામાં આવશે . તે જ સમયે, રજિસ્ટર્ડ મુસાફરોને પણ 11 જુલાઈ સુધીમાં જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પ પર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. જમ્મુના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. તમામ રજિસ્ટર્ડ મુસાફરોને યાત્રી નિવાસ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.