Site icon Revoi.in

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

Social Share

શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ યાત્રા કરવા માંગતા લોકો માટે મોટી રાહત આપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  AJHLA એ અમરનાથ યાત્રા પર જતા યાત્રિકો માટે મોટી સુવિધાની જાહેરાત કરી છે. ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનએ જમ્મુમાં રોકાતા અમરનાથ યાત્રિઓ માટે હોટલના એડવાન્સ બુકિંગ પર 30 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

1 જુલાઈથી શરૂ થનારી 62 દિવસની અમરનાથ યાત્રાના બે રૂટ છે. જેમાં એક અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે અને બીજો ગાંદરબલ જિલ્લામાં 14 કિમીનો નાનો પરંતુ દુર્ગમ બાલટાલ માર્ગ છે. આવી સ્થિતિમાં, જો મુસાફરો જમ્મુમાં રોકાય છે તો તેઓને હોટલના ભાડામાં 30 ટકાની છૂટ મળશે.

આ એસોસિએશનના વડાએ  કહ્યું કે અમરનાથ યાત્રીઓને સદ્ભાવના તરીકે 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે જે સુવિધા માત્ર જે યાત્રીઓ એડવાન્સમાં હોટલ બૂક કરાવે છે તેને જ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 1લી જુલાઈના રોજથી યાત્રા શરુ થઈ રહી છે હવે 11 દિવસ બાકી છે ત્યારે હોટલ દ્રારા યાત્રીઓને આ સુવિઘા પ્રદાન કરવામાં આવી છે જેને લઈને યાત્રીઓના ખિસ્સાનો ભાર થોડો હળવો થશે.