Site icon Revoi.in

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન,આ વર્ષે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન  

Social Share

12 ઓગસ્ટ,શ્રીનગર:અમરનાથની પવિત્ર ગુફામાં શુક્રવારે પ્રતિક છડી મુબારકની સ્થાપના સાથે જ ધાર્મિક રીતે અમરનાથ યાત્રા પૂર્ણ થઈ છે.જોકે, 5 ઓગસ્ટથી સત્તાવાર રીતે અમરનાથ યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે,છડી મુબારક શુક્રવારે સવારે 2.30 વાગ્યે મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં પવિત્ર ગુફામાં પહોંચી હતી.

સવારે સૂર્યોદય થતાની સાથે જ શ્રાવણ પૂર્ણિમાના મુહૂર્તમાં પવિત્ર ગુફાના દર્શન થયા હતા. આ પછી પૂજા કરવામાં આવી હતી.તે જ સમયે, રાજભવન, શ્રીનગર ખાતે સવારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વાર્ષિક અમરનાથ યાત્રાની સમાપન પૂજા કરી હતી.તેમણે લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

છેલ્લા દિવસે લગભગ 150 શ્રદ્ધાળુઓએ ગુફાની મુલાકાત લીધી હતી, જ્યારે 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાના 43 દિવસમાં 3.10 લાખ શ્રદ્ધાળુઓએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ વખતે અમરનાથ યાત્રામાં પણ 63 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.આ યાત્રાનું પ્રતિક ધરાવતું   પવિત્ર ‘છડી મુબારક’ પણ પવિત્ર ગુફામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું જેની સાથે શ્રીનગરના દશનમી અખાડામાંથી સાધુઓનું એક જૂથ નીકળ્યું હતું અને આ ટીમનું નેતૃત્વ દશનમી અખાડાના મહંત દીપેન્દ્ર ગિરીએ કર્યું હતું.પૂજા વિધિ બાદ આ ‘છડી મુબારક’ એ જ અખાડામાં ફરી સ્થાપિત કરવામાં આવશે.