શ્રીનગર:ભારે વરસાદને કારણે બેઝ કેમ્પ બાલટાલમાં અમરનાથ યાત્રા પર દેવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે.ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખરાબ હવામાનના કારણે બાબા બર્ફાનીના દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલી શકી નથી.હવામાન સાફ થતાં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થશે.
ગત દિવસે પણ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સવારે બાલટાલથી દર્શન માટે નીકળેલા શ્રદ્ધાળુઓને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા, જ્યારે હેલિકોપ્ટર સેવાને પણ અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.જેને પગલે રાજ્યમાં ઘણી જગ્યા એ વરસાદ વરસી રહ્યો છે.તો કયાંક છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે.