Site icon Revoi.in

 અભિનેતા રણબીર કપૂરની મોસ્ટ આ વેઇટેડ  ફિલ્મ એનિમલનું શાનદાર ટ્રેલર રીલીઝ

Social Share
મુંબઈ – અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હાલ ચર્ચામાં છે રણબીરના ફ્રેન આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજ રોજ ગુરુવારે આ ફિલ્મનું ધાંસુ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે જેમાં આ અભિનેતા શાનદાર અવતારમાં નજરે પડી રહ્યા છે .
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત રણબીર કપૂર અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ ‘એનિમલ’ નું  ટ્રેલર હાઈ-ઓક્ટેન એક્શનથી ભરપર  છે  થ્રિલર ફિલ્મ ‘એનિમલ’ના ટ્રેલરમાં ખતરનાક એક્શન સિક્વન્સની ઝલક જોવા મળી છે.
(16) Double Trouble in Erangel | Official Trailer – YouTube
આ સાથે જ રણબીર કપૂર અને બોબી દેઓલના અલગ જ  અવતારની ઝલક ‘એનિમલ’ના ટ્રેલરમાં જોવા મળી છે. ટ્રેલરની શરૂઆત રણબીર અને અનિલ કપૂરથી થાય છે. તેમાં દર્શાવવામાં  આવ્યું છે કે રણબીરનો ઉછેર એવા વાતાવરણમાં થયો છે જ્યાં તેને બાળપણથી જ હિંસાનો સામનો કરવો પડ્યો છે. તેના અને તેના પિતા વચ્ચે ઘણું  અંતર છે. રણબીરની વાત સાંભળીને અનિલ પણ ડરી જાય છે, કારણ કે તેના પુત્રના હિંસક બનવાનું કારણ તે પોતે જ છે.પિતા માટે થઈને રણબીર હિંસક રૂપ ધારણ કરે છે પ્રાણીઓ ની જેમ વર્તન કરે છે ફિલમુ સિરક્ષક રાણીબર સાથે બંધ બેસતું જોવા મળે છે
જો કે, પરિવર્તન સમય સાથે આવે છે. અનિલ કપૂરને ગોળી વાગી, ત્યારબાદ પિતા-પુત્રના સંબંધો બદલાઈ જાય છે. રણબીર તેના પિતા પ્રત્યેના પ્રેમથી વધુ હિંસક બની જાય છે અને તેના દુશ્મનોનો શિકાર કરીને તેને મારી નાખવાની યોજના બનાવે છે. ટ્રેલરમાં રશ્મિકા મંદન્ના પણ રણબીર સાથે જોવા મળી હતી.