Site icon Revoi.in

અંબાજી: માઈભક્તો ઘરે બેઠા-બેઠા મેળવી શકશે માતાજીની ધ્વજા

Social Share

અમદાવાદઃ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શ્રદ્ધાળુઓની ધજા વિનામૂલ્યે તેમના ઘર પર ફરકાવવા માટે મોકલવામાં આવશે. જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કુરિયર કે પોસ્ટલ ચાર્જિસ પણ લેવાશે નહીં. જેના માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ નંબર 9726086882 જાહેર કરાવમાં આવ્યો છે. આ નંબર પર ટેમ્પલ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરીને ભક્તે પોતાનું સરનામુ નોંધાવવાનું રહેશે

ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી ટ્રસ્ટ લોકોને ઘર બેઠા મોહનથાળ અને ચીક્કીનો પ્રસાદ મોકલે છે. વર્ષ 2024 ની શરૂઆતમાં આ સુવિધા શરૂ કરવામા આવી હતી. ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામા આવ્યો છે. હવે મા અંબાને ચઢાવાતી ધજા પણ ભક્તો ઘર બેઠા મેળવી શકશે.