Site icon Revoi.in

પંજાબના મુખ્યમંત્રીની રેસમાં હવે અંબિકા સોનીના નામનો પણ સમાવેશ- થોડી વારમાં યોજાશે ખાસ બેઠક

Social Share

ચંદીગઢઃ પંજાબમાં ગઈકાલથી જ રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પંજાબમાં રાજકીય ગતિવીધી તેજ બની છે. હવે પંજાબ કોંગ્રેસ વિધાયક દળના નવા નેતાની પસંદગી માટે સવારે 11 વાગ્યે એક ખાસ બેઠક યોજાનારા છે. આ બેઠકમાં ધારાસભ્યો હરીશ રાવત, અજય માકન અને હરીશ ચૌધરી સાથે હાઇકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા ત્રણ નિરીક્ષકો પણ ઉપસ્થિત રહેશે.

વિતેલા દિવસને શનિવારે સાંજે ચંદીગઢમાં કોંગ્રેસ ભવન ખાતે પંજાબ કોંગ્રેસ વિધાનમંડળની બેઠકમાં નેતાની પસંદગીની જવાબદારી પાર્ટી હાઈકમાન્ડને સોંપવામાં આવી હતી. કેપ્ટનના રાજીનામા બાદ શનિવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને અંબિકા સોનીએ બેઠકમાં હાજરી આપી હતી.

ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે સુનીલ જાખર પંજાબના આગામી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે, તો બીજી તરફ આ રેસમાં હવે અંબિકા સોનીનો પણ સમાવેશ થયો છે,આ સાથે જ વિજય ઇન્દર સિંગલાનો સમાવેશ થાય છે.

કોણ છે અંબિકા સોની જાણો

પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી અને રાજ્યસભામાં પંજાબનું પ્રતિનિધિત્વ કરતી અંબિકા સોનીનો જન્મ અવિભાજિત પંજાબના લાહોર માં થયો હતો. તેના પિતા નકુલ સોની અમૃતસરમાં ડીસી  રહી ચૂક્યા છે,. સોની 21 વર્ષની ઉંમરે કોંગ્રેસમાં જોડાયા અને 1975 માં યુથ કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. તેઓ ગાંધી પરિવારની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.