Site icon Revoi.in

અમેરિકાઃ ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ,ખુદ થયા આઈસોલેટ

Social Share

દિલ્હી:કોરોના વાયરસ સામે રસી બનાવનારી અગ્રણી કંપની ફાઈઝરના ટોચના અધિકારી આ વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, તેણે કહ્યું કે,તેને સંક્રમણના હળવા લક્ષણો છે.

કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલ્બર્ટ બોરલાએ સોમવારે કહ્યું કે, તેઓ ફાઈઝરની દવા પેક્સલોવિડ લઈ રહ્યા છે અને આઈસોલેશનમાં છે.તેમને કોવિડ વિરોધી રસીના ચાર ડોઝ આપવામાં આવ્યા છે.કંપની દ્વારા જારી કરાયેલા એક સંક્ષિપ્ત નિવેદનમાં, તેમણે કહ્યું કે,તેમને ઝડપથી રિકવરીનો વિશ્વાસ છે.

યુએસમાં 128 મિલિયન લોકોને ફાઇઝરની રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે લગભગ 61 મિલિયન લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,આ રસી હજુ પણ હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર બીમારી સામે નક્કર રક્ષણ પૂરું પાડે છે,પરંતુ વાયરસની પેટર્નમાં ફેરફારને કારણે રસીની અસરકારકતા અસ્પષ્ટ છે.