Site icon Revoi.in

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ દુનિયાભારમાં 10 અમેરિકી વિઝા આવેદન કરનારાઓ પૈકી એક ભારતીય હોય છે. અમેરિકામાં પ્રવેશ માટે વિઝા ઈચ્છનારા દેશના લોકોની સંખ્યા 2022ની સરખામણીએ 2023માં 60 ટકા વધી છે. ભારતમાં અમેરિકી કોન્સુલર ટીમે વર્ષ 2023માં રેકોર્ડ 1.4 મિલિયન એટલે કે 14 લાખ અમેરિકી વિઝા આપ્યાં છે. ગયા વર્ષે અમેરિકાએ 1.40 લાખથી વધારે વિદ્યાર્થી વિઝા આપ્યાં છે. આ દુનિયાના કોઈ અન્ય દેશની સરખામણીએ સૌથી વધારે વધારે છે. તેમજ આવુ સતત ત્રીજા વર્ષે શક્ય બન્યું છે.

યુએસ એમ્બેસીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ચાર શહેર મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઈમાં દુનિયામાં સૌથી વધારે વિદ્યાર્થી વિઝા પ્રોસેસિંગ પોસ્ટમાં છે. 2022ની સરખામણીએ અરજદારોની સંખ્યામાં 60 ટકા વધારો થયો છે. વિઝિટર વિઝા માટે પણ 700,000 થી વધુ અરજીઓ આવી હતી. યુ.એસ. એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ત્રણ મહિનાનો સ્ટાફ વધારીને, કાયમી કર્મચારીઓના સ્તરમાં વધારો કરીને અને નવીન ટેક્નોલોજી સોલ્યુશન્સ દ્વારા આ માંગનો પ્રતિસાદ આપ્યો હતો.

વિઝા પ્રક્રિયામાં સુધારો અને સ્ટાફમાં વધારાને પગલે સમગ્ર દેશમાં વિઝીટર વિઝા માટે એપોઇન્ટમેન્ટ વેઇટ ટાઇમ સરેરાશ 1,000 દિવસથી ઘટાડીને 250 દિવસ કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા મેળવવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને અમેરિકામાં અભ્યાસ કરતા 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાં એક ક્વાર્ટરથી વધુ ભારતીયો છે. આવી સ્થિતિમાં, સ્ટુડન્ટ વિઝા પણ મોટા પાયે માંગવામાં આવ્યા હતા, પરંતુ રોજગાર વિઝાની માંગ સૌથી વધુ રહી હતી.

યુએસ એમ્બેસીએ કહ્યું હતું કે, રોજગાર વિઝા અમારા માટે ટોચની પ્રાથમિકતા છે, તેથી જ 2023 માં ભારતીયો અને તેમના પરિવારના સભ્યો માટે 3,80,000 થી વધુ રોજગાર વિઝા જારી કરવામાં આવ્યા હતા. જ્યારે મુંબઈ કોન્સ્યુલેટ જનરલે રોગચાળાના સમયથી પેન્ડિંગ 31 હજાર ઇમિગ્રેશન વિઝા કેસોને પણ ઉકેલ્યા છે. વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, ગયા વર્ષે માર્ચમાં હૈદરાબાદમાં $340 મિલિયનના ખર્ચે એક નવું કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.