Site icon Revoi.in

અમેરિકન સિંગરે સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને ભારતીયોને નવા વર્ષની પાઠવી શુભકામના

Social Share

દિલ્હીઃ ભારતીય હિન્દુ સંસ્કૃતિએ દુનિયાના વિવિધ દેશોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે. દરમિયાન હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસના શુકલ પક્ષના પ્રતિપદાએ નવસંવત્સર એટલે કે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજથી હિન્દુઓના નવા વર્ષનો પ્રારંભ થયો છે. દરમિયાન અમેરિકન સુપ્રસિદ્ધ ગાયિકા મેરી મિલબેનએ ભારતીય નવા વર્ષ નિમિત્તે સંસ્કૃતમાં શ્લોકનું પઠન કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષની શરૂઆત મંગળવારે ઉગાદી, ગુડી પડવો અને વૈશાખીથી થઈ છે. એક વીડિયોમાં મિલબેનને સંસ્કૃતના શ્લોકોનું પઠન કરીને ભારત અને ભારતીય સમુદાયને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, 2020 માં દિવાળીના કાર્યક્રમ પછી, તે ભારતના પરંપરાગત તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો વિશે જાણવા માંગતી હતી. હિન્દી વાંચવા અને લખવાના શોખથી તેની ભારતીય સંસ્કૃતિમાં રૂચિ વધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકન સિંગર મેરી મિલબેનએ હિન્દુ સ્તૃતિ “ઓમ જય જગદીશ હરે….”નું પઠન કરતો વીડિયો રિલીઝ કર્યો હતો. અમેરિકન સિંગરના કંઠે ગવાયેલી આ સ્તૃતિને સાંભળીને દુનિયાના વિવિધ દેશોમાં વસતા હિન્દુઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેરી મિલબેન હિન્દુ સમાજમાં જાણીતા બન્યાં હતા.