Site icon Revoi.in

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણે લીધી બોર્ડરની મુલાકાત

Social Share

નવી દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે ‘ફાયર એન્ડ ફયુરી કાર્ય’ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી.
ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ ચાલી રહ્યો છે અને ચીન પોતાની સેનાને બોર્ડર પર સતત વધારી રહ્યુ છે. ચીન દ્વારા થોડા મહિના પહેલા ભારતીય સેના પર અણધારી રીતે હૂમલો કરવામાં આવ્યો હતો તે બાદ ભારત અને ચીનના સંબંધ એટલી હદે વણસી ગયા છે કે ભારત અવાર નવાર ચીન પર ડીજીટલ સ્ટ્રાઈક કરીને ચીનને ફટકા મારી રહ્યું છે.
વિશ્વાસઘાતી ચીન ફરીવાર કોઈ અણધારી હરકત ન કરે તે માટે હવે ભારતીય સેના પણ તૈયાર છે અને ભારત પણ પોતાની સૈન્ય યોગ્ય પ્રમાણમાં સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. ચીન દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં ભારત વિરોધી ગતિવિધીઓને બોર્ડર પર કરવામાં આવી છે અને તેના કારણે ભારત વધારે સતર્ક થયુ છે.
બોર્ડર વિવાદ બાબતે ચીન દ્વારા અનેકવાર ભારતને ખોંખલી ધમકીઓ પણ આપવામાં આવી છે અને ભારત દ્વારા પણ વળતા જવાબમાં કહેવામાં આવ્યું છે કે ચીન ભારતને 1962 વાળુ ભારત સમજવાની ભૂલ ન કરે.
આ બાબતે કેટલાક જાણકારોનું પણ માનવું છે કે ભારતે હવે પોતાના પગ પર જ ઉભા થવાનો સમય આવી ગયો છે અને ચીન પર પોતાની નિર્ધારિતતા ઓછી કરવાનો સમય આવી ગયો છે.