Site icon Revoi.in

કોરોનાના વધતા કેસ વચ્ચે શિક્ષણમંત્રીએ ભાવનગર સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી

Social Share

ભાવનગર: પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડનાં ત્રીજા વેવ સામે લડવાં હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ અને અવલોકન કર્યું હતું.

મંત્રી એ કોરોનાનાં ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાને લઇ સર ટી.હોસ્પિટલની સજ્જતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ બેડની સંખ્યા, જરૂરી મેડિકલ સાધનો, દવાઓ સહિત કોવિડ સામેના જંગ માટેની તમામ તૈયારીઓ અંગે સર ટી. હોસ્પિટલ તંત્ર પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.મંત્રીએ કોરોના વોરીયર્સ એવાં ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે વાર્તાલાપ કરીને કોરોનાની તૈયારીઓ વિશેની જાણકારી મેળવી હતી.

આ મુલાકાતમાં મંત્રી સાથે સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશ્નર, મેડિકલ કોલેજના ડિન, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી,જિલ્લા આરોગ્ય અધિકારી,સર ટી. હોસ્પિટલનાં ડોક્ટરો જોડાયાં હતાં.