Site icon Revoi.in

કોરોના સંકટ વચ્ચે હવે ઈન્ડિગો તેના કેટલાક કર્મીઓની કરશે છંટણી

Social Share

સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે,દેશની કેટલીક કંપનીઓ દ્રારા તેના કર્મીઓને છૂટા કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે,કંપનીને જતા લોસને કારણે કંપનીઓ કામ કરવા પર મજબુર બને છે,લોકડાઉન દરમિયાન પણ આ પ્રકારની અનેક ઘટના અસ્તિત્વમાં આવી હતી, જો કે અલનોક થયા બાદ આર્થિક રીતે અનેક કંપનીઓ અને ઉદ્યોગોની ગાડી પાટા પર આવતી જોવા મળી હતી

ત્યારે હવે ઓછી કિમંત કેરિયર ઇન્ડિગોએ સોમવારેના રોજ પોતાની કંપનીના દસ ટકા કર્મચારીઓને છુટા કરવા માટેનો નિર્ણય લઈ લીધો છે આ માટે કંપનીએ કોરોના સંકટમાં થયેલા નુકશાનને જવાબદાર ગણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે માર્કેટમાં ઘણી જગ્યાએ મંદીનો માહોલ છે તો કેટલાક સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે,ફાર્મા કંપની હાલ સતત ફાયદો કરી રહી છે.

મળતી માહિતી મુજબ ઈન્ડિગો ફ્લાટના પાઈલટ્સની છંટણી કરવામાં આવવાની શક્યતાઓ નહીવત છે પરંતુ 2 હજારથી પણ વધુ બીજા કર્મચારીઓની નોકરી ખતરામાં જોવા મળી રહી છે.કંપનીને ગયેલા લોસના કારણે વિતેલા મહિના દરમિયાન કંપનીએ ખર્ચો ઘટાડવા પગારમાં કાપ અને લિવ વિથઆઉટ પે જેવા પગલા ભરવાના સુચનો જાહેર કર્યા હતા.

આ સમગ્ર બાબત અંગે ઈન્ડિગો કંપનીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે,અમારે કર્મચારીઓને છૂટા કરવા અંગેનો નિર્ણય દુખ સાથે લેવો પડ્યો છે,અમે 6 મહિના પહેલા આ કંપનીને લઈને ઘણો ફાયદો થશે તે માટે આશા સેવી હતી જો કે હવે તેવું બને તે શક્ય નથી,વિતેલા છ મહિના દરમિયાન જે રીતે કોરોના મહામારીના કારણે ફ્લાઈટ સેવા પર જે અસર થઈ છે તેનાથી વ્યવસાય અટક્યો છે,જેના કારણે હવે ઓછા સમયમાં કંપનીને ફાયદો થાય કે પછી કંપની સતત કાર્યરત બને તેવી શ્કયતા જોવા નથી મળી રહી જેના કારણે કંપનીએ આ નિર્ણય લેવાની જરુર પડી છે.

સાહીન-