Site icon Revoi.in

કોરોનાની બીજી લહેરની વચ્ચે ટાઇગરે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ કર્યું

Social Share

મુંબઈઃ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હિરોપંતી 2 એ તેનું પહેલું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના સેટ પરથી ટાઇગર શ્રોફની એક તસવીર સામે આવી છે,જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટામાં તમે ટાઇગર શ્રોફને બ્લેક કલરના પેન્ટ-સૂટ અને રેડ ટાઇમાં જોઈ શકો છો. અને ટાઇગરની આસપાસ સિક્યોરીટીને જોઇ શકાય છે

હીરોપંતી 2 ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મ હીરોપંતીની સિક્વલ છે. તેમની પ્રથમ ફિલ્મે એક્ટરના કરિયરને ઉંચાઈ પર પહોંચાડી હતી. હિરોપંતી 2 ના શૂટિંગને ગોપનીય રાખવામાં આવ્યું હતું. ખૂબ જ શાંતિથી ડાયરેકટર અહેમદ ખાને મુંબઈમાં ટાઇગરની શૂટિંગને લગભગ બે અઠવાડિયામાં પૂર્ણ કર્યું.

સુત્રોના જણાવ્યા મુજબ,બધું ખૂબ જ સરળતાથી થઇ ગયું.હીરોપંતી 2 એ સકારાત્મક નોંટ પર શરૂઆત કરી છે. સેટ પર ટાઇગર પુરા જોશમાં હતો. હીરોપંતી ફ્રેન્ચાઇઝી સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવી છે

જો હિરોપંતી વિશે વાત કરીએ તો આ ફિલ્મ 2014 માં રિલીઝ થઇ હતી.જેમાં ટાઇગરની સાથે ક્રિતી સેનન જોવા મળી હતી. જ્યારે હિરોપંતી 2 માં તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે