Site icon Revoi.in

દુનિયાના અન્ય દેશોમાં ડ્રગ્સ સપ્લાય માટે ભારતની ધરતીનો ઉપયોગ નહીં કરવા દેવાયઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચંદીગઢમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન NCBએ અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘ડ્રગ સ્મગલિંગ, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ખતરનાક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, પરંતુ ડ્રગની દાણચોરી આગામીપેઢીઓને નુકશાન પહોંચે છે. ભારતની જમીનનો ડ્રગ્સ બનાવવા અને અન્ય દેશમાં સપ્લાય કરવા માટે ઉપયોગ કરવા દેવામાં નહીં આવે.

તેણે કહ્યું,  ડ્રગ્સના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. 2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. માદક પદાર્થ માનવીની સાથે સાથે સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર ખરાબ અસર કરે છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. આપમે માદક દ્રવ્યોની તસ્કરી ઉપર કન્ટ્રોલ મેળવીને યુવા પેઢીને બચાવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં ડ્રગ્સને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરતા ડ્રગ્સ માફિયાઓ તેની હેરાફેરી માટે નવા-નવા રસ્તા અપનાવી રહ્યાં છે, વહે ડ્રગ્સ માફિયાઓ જળસીમા મારફતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં દેશમાંથી જેટલુ ડ્રગ્સ ઝડપાયું છે તે પૈકી મોટાભાગનું ડ્રગ્સ દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવ્યું હતું. જેથી દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

એનસીબીએ 1 જૂનથી ડ્રગના નિકાલ સાથે સંબંધિત અભિયાન શરૂ કર્યું હતું અને 29 જુલાઈ સુધી 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના આહ્વાન પર, NCBએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75,000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવાનું વચન આપ્યું છે.