1. Home
  2. Tag "DRUGS"

હવે નશાની લતથી બચાવશે આ વેક્સીન, જાણો કોણે શોધ કરી….

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોનો અંદાજ છે કે લગભગ 2.2 કરોડ લોકોએ ડ્રગ્સનો પયોગ કર્યો હતો. જોકે યુવાનોને આનાથી મુક્ત કરવા માટે એક વેક્સીન બનાવવામાં આવી છે. આ વેક્સીનને બ્રાઝિલના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આનાથી યુવાનો ના માત્ર વ્યસન છોડશે, પણ તે ફરીથી ડ્રગ્સ તરફ પણ નહીં દેખે. બ્રાઝિલના […]

ભાવનગરના સિહોરમાં ચરસ-ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબોરના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભાવનગરના સિહોર પંથકમાંથી ચરસ અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ શખ્સ નશીલાદ્રવ્યો લાવીને વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિહોર પંથકના ઘાંઘળી […]

અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીકઃ પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે. પુતિને દાવો કર્યો હતો કે, વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં તેને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવશે. પુતિને કહ્યું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમને જણાવી દઈએ કે દુનિયામાં વિજ્ઞાને […]

અમદાવાદના જુહાપુરા પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, લાખોનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ખેડામાં કેફીપીણું પીવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના છેવાડે જુહાપુરા વિસ્તાર પાસેથી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લગભગ 10 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી […]

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડનું ડ્રગ્સ પકડાયું

વિદેશી મહિલા બસમાં દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી મહિલા પાસેથી ઝડપાયું કરોડોની કિંમતનું ડ્રગ્સ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ દરોડાની કાર્યવાહીની સાથે સાથે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે. […]

ડ્રગ્સરુપી રાવણ સામે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ છેડી છેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજ્યાદસમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં શસ્ત્રપુજા કરીને દશેરા પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે રાજ્યની પોલીસ દશેરા પર્વની રાહ નથી […]

મુંબઈ NCBએ રૂ. 135 કરોડના ડ્રગ્સ સાથે 3 વિદેશી નાગરિક સહિત નવ શખ્સોને ઝડપી લીધા

મુંબઈઃ NCB મુંબઈએ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓનો પણ સમાવેશ થાય […]

રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશઃ લાખોના ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ અને સુરતમાં કરોડોના ડ્રગ્સની સાથે કેટલાક લોકોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન આજે પોલીસે રાજકોટમાંથી 13 લાખના એમડી ડ્રગ્સ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

અમદાવાદમાંથી 10 કિલો ગાંજા સાથે બે ઝડપાયાં

ગાંજાનો જથ્થો સુરતથી લવાયો હતો ગાંજો નારોલમાં સપ્લાય કરવાનો હતો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતના ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદના નારોજ પાસેથી એસઓજીએ 10 કિલો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી લઈને બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચવા અને […]

દિલ્હી એરપોર્ટ ઉપર 17 કરોડનું કોકેઈન ઝડપાયું, બે આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ દેશમાં ડ્રગ્સના રેકેટને પકડી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન ડીઆઈઆઈએ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેન્યાથી આવેલા મુસાફરને 17 કરોડનું કોકેઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો મુંબઈમાં ડિલીવર થવાનો હતો જેથી ડીઆરઆઈએ તપાસને મુંબઈ સુધી લંબાવી હતી, તેમજ મુંબઈથી એક મહિલનાને ઝડપી લેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code