Site icon Revoi.in

દિલ્હીમાં યમુના નદીમાં વધ્યું અમોનિયાનું પ્રમાણ -ગરમીના પ્રકોપ વચ્ચે પીવાના પાણી પર સંકટ

Social Share

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં વધતા ગરમીના પ્રકોપ સાથે પાણીની માંગ પણ વધી રહી છે, યમુનામાં એમોનિયાની માત્રામાં થયેલા વધારાને કારણે લોકોને ગંદા પાણીના પુરવઠાની કારણે પીવાના પાણી પર મોટૂ સંકટ સર્જાયું છે. દિલ્હીના પૂર્વ વિસ્તારમાં તેની મોટી અસર જોવા મળી રહી છે.

લોકો અહીં દૂંર્ગઘ આવતા પાણીને લીધે  બહારથી બોટલો ખરીદવા મજબૂર બન્યા છે. બીજી તરફ કેટલાક લોકો બીમારીના ડરથી પાણી ગરમ કરીને પી રહ્યા છે, પાણીની સમસ્યાની આ સ્થિતિની વાત કરીએ તો જૂની દિલ્હીથી લઈને પશ્વિમ દિલ્હી સુધી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે.

વાત જાણે એમ છે કે, યમુનામાં ફોસ્ફેટ અને એમોનિયાનું પ્રમાણ છેલ્લા એક અઠવાડિયાથી વધતું જ જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે કાલિંદી કુંજ બેરેજ નજીક પણ પાણીમાં ઝેરી સફેદ ફીણ જોવા મળી રહી છે. તેની સીધી અસર પીવાના પાણી પર પડે છે.

પૂર્વ દિલ્હીના આરડબ્લ્યુએ જૂથ પૂર્વ દિલ્હી આરડબ્લ્યુએ સંયુક્ત મોરચાના પ્રમુખ બી.એસ. વોહરાએ  આ સમગ્ર બાબતને લઈને કહ્યું કે પાણીમાં ગંદકીની સાથે દબાણની પણ ફરિયાદ જોવા મળે  છે.જેને લીધે ઘણી વખત સ્થાનિક રહીશોને બહારથી પાણી ખરીદવું પડે છે. તેમણે કહ્યું કે પાણીની બોટલોની કિંમત 100 રૂપિયાથી ઓછી નથી. તે જ સમયે, જો બોટલ ફરીથી ભરવાની હોય, તો તે 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ચાર્જ લેવામાં આવે છે.

વધતા પાણીન સંકટ વચ્ચે લોકોને માત્ર બે કલાક પુરતું જ પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે, એક બાજુ લસખ્ત ગરમી છે તો બીજી બાજુ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે,ગંદા પાણીના કારણે લોકો પુરતા પ્રમાણમાં પાણી ભરી શકતા નથી,પાણીમાં માટીની સુંગઘ અને માટી વાળું ગંદુ પાણી ભરવા લોકો મજબૂર બન્યા છે.આ ગંદુ પાણીને વધારે પડતું સંગ્રહ પણ કરી શકાતું નથી, આ સ્થિતિમાં દિલ્હી વાસીઓ પાણીના સંકટમાં ઘેરાયા છે.

સાહિન-