Site icon Revoi.in

‘અમૂલ’ એ રણવીર સિંહની ફિલ્મ 83 ને સમર્પિત કર્યું ડૂડલ

Social Share

મુંબઈ:અમૂલ તેની બ્રાન્ડ સાથે મળીને ઘણી ફિલ્મો માટે પોસ્ટર લાવે છે. હવે આ બ્રાન્ડે રણવીર સિંહની ફિલ્મ 83 ને લઈને એક નવું પોસ્ટર શેર કર્યું છે. આમાં, ફિલ્મનું પોસ્ટર પોતે કાર્ટૂનની રીતે બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અમૂલ ગર્લ પણ જોવા મળી રહી છે. આ સાથે આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કપીલ્સ ટૂ એવરીવન… અટે ટી ટ્રીટ.રણવીરે પણ શેર કરતા લખ્યું, ‘અટર્લી, બટર્લી, ડેવલિયસ. બધાને આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે.

રણવીરની ફિલ્મ 83ની વાત કરીએ તો તે શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.તો, દર્શકો દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 15 કરોડની કમાણી કરી લીધી છે.અત્યારે ક્રિસમસ અને વીકએન્ડ દરમિયાન ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.

કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે. તે કપિલ દેવની પત્ની રોમીના પાત્રમાં છે.આ બંને ઉપરાંત ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, આદિનાથ કોઠારે, ધૈર્ય કરવા, આર બદ્રી પણ છે.

અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ચાહકો આ ફિલ્મ જોઈને ખૂબ જ ખુશ છે.

 

Exit mobile version