Site icon Revoi.in

ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ 

Social Share

દિલ્હી: ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSC એ પણ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર માતરમ, ઇન્ડોનેશિયાથી 201 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે હતું.

ઇન્ડોનેશિયા ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 300 લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. આ દરમિયાન યુએસ સુનામી ચેતવણી પ્રણાલી વતી કહેવામાં આવ્યું હતું કે ઊંડા સમુદ્રના ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.