Site icon Revoi.in

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ 

Social Share

દિલ્હી:ફિલિપાઈન્સના મનિલામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ફિલિપાઈન્સના મનિલામાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુના દાવાઓ ડી ઓરો પ્રાંતમાં રહ્યું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.