Site icon Revoi.in

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય,હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે

Social Share

મુંબઈ:ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે.1 ઓગસ્ટથી આ અભિયાન શરુ થશે અને એ પણ મહારાષ્ટ્રથી શરુ થશે.ચૂંટણી પંચનું કહેવું છે કે, આધાર કાર્ડથી મતદારની ઓળખ સરળ બનશે.જો તમારી પાસે આધાર કાર્ડ નથી, તો વિકલ્પ તરીકે 11 દસ્તાવેજો રાખવામાં આવ્યા છે.

અગાઉ 1 જાન્યુઆરીએ 18 વર્ષ પૂરા થવા પર જ મત આપવા માટે લાયક માનવામાં આવતું હતું, પરંતુ હવે દરેક ક્વાર્ટર પર મતદારને લાયક ગણવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ જણાવ્યું હતું કે,મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદાર યાદીમાં પ્રવેશની પ્રમાણીકરણ અને એકથી વધુ મતવિસ્તારમાં અથવા એકથી વધુ વખત એક જ વ્યક્તિના નામની નોંધણી માટે હવે મતદાર ઓળખ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું.