Site icon Revoi.in

વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારીના બનાવમાં તપાસ કમિટીએ 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા

Social Share

વડોદરા: રાજ્યની યુનિવ્રસિટીઓમાં રેગિંગ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો બનતા હોય છે. જેમાં વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી અને છેડતીમો બનાવ બન્યો હતો જેમાં આ મામલે યુનિના સત્તતધિશોએ તપાસ કમિટી નીમી હતી. તપાસ કમિટીએ મોટી કાર્યવાહી કરીને  છેડતી અને મારામારીમાં સંડોવાયેલા 5 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એમ.એસ.યુનિવર્સિટીમાં છેડતી અને મારામારીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવ્યા બાદ સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને સાત સિન્ડિકેટ સભ્યોની એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. સાત સિન્ડિકેટ સભ્યોની બનાવેલી કમિટીમાં પહેલી બેઠકમાં મારામારી અને છેડતીની ઘટનામાં સંડોવાયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મોડી રાત સુધી  વિદ્યાર્થીઓના સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મારામારીની ઘટનામાં દોષિત ઠરેલા અને સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં કોમર્સ ફેકલ્ટીના અબુ તાલીબ પઠાણ , રિયાન કય્યુમ પઠાણ, અને શાહીદ મુસ્તકીન શેખનો સમાવેશ થાય છે. આ ત્રણ વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડીએન હોલ મેદાન પાસે મારામારીની અન્ય એક ઘટના પણ બની હતી.જેમાં એક વિદ્યાર્થીને માથામાં લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા.આ મામલામાં બીજા બે વિદ્યાર્થીઓ કરણ ચૌહાણ અને વાસુદેવ સુથારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પણ કોમર્સ ફેકલ્ટીના છે.

સૂત્રોએ ઉમેર્યુંહતું કે,  મારામારીમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. પણ હાલમાં તો જે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમને સસ્પેન્ડ કરાયા છે.