Site icon Revoi.in

એક જીવાત કે જેના કરડવાથી બાળકોનું થાય છે મૃત્યુ, વાંચો મહત્વની વાત અને થઈ જાવ સતર્ક

Social Share

કોરોનાથી ભારત દેશને હજુ પણ સંપૂર્ણપણે આઝાદી નથી મળી, હજુ પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે હવે નવા પ્રકારનો તાવ શોધવામાં આવ્યો છે જેનું નામ છે સ્ક્રબ ટાયફસ. આ રહસ્યમય તાવ ચીગર્સ એટલે કે લાર્વા નામની જીવાતના કરડવાથી ફેલાય છે. આ તાવ યુપીના ઘણા જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. ફિરોઝાબાદમાં આ તાવના સૌથી વધુ કેસ છે, જ્યારે આગ્રા, મૈનપુરી, એટા, ઝાંસી, ઔરૈયા, કાનપુર, સહારનપુર અને કાસગંજમાં પણ આવા કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં આ તાવના કારણે 60થી વધુ લોકોના મોત થયા છે તેની ઓળખ સ્ક્રબ ટાયફસ તરીકે કરવામાં આવી છે. આ તાવની અસર સૌથી વધારે બાળકોને થઈ રહી છે અને જેમાં સરકારી આંકડા મુજબ 50 થી વધુ લોકોના મોત થયા છે. જો કે અન્ય અહેવાલોનું માનીએ તો આ રહસ્યમય તાવના કારણે મોતના આંકડા 100 ઉપર છે. ફિરોઝાબાદમાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે.

ફિરોઝાબાદ ચીફ મેડિકલ ઓફિસર દિનેશ કુમારે ગત શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 50 લોકો ડેન્ગ્યુ અને તાવથી મૃત્યુ પામ્યા છે. 9 તહેસીલ અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 3,719 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 2,533 તાવથી પીડિત છે. તે જ સમયે, મથુરા, ઝાંસી, ઓરૈયા સહિત ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાની મુલાકાત લીધી છે અને ખાસ આરોગ્ય શિબિરો સ્થાપવા સૂચના આપી છે

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સ્ક્રબ ટાઇફસ તાવને શ્રબ ટાઇફસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ઓરિએન્ટિયા ત્સુત્સુગામુશી નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ બેક્ટેરિયા ચેપગ્રસ્ત ચીગર્સ (લાર્વા જીવાત)ના કરડવાથી ફેલાય છે. શરીરમાં પ્રવેશતા, આ બેક્ટેરિયા વ્યક્તિને બીમાર બનાવે છે. ચિગર્સ કરડ્યાના 10 દિવસની અંદર આ રોગ ગંભીર બનવા લાગે છે.