Site icon Revoi.in

સુરતમાં પ્રાણીઓને દત્તક લેવાનો ક્રેઝ, 155 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોનું લાંબુ વેઈટિંગ લિસ્ટ

Social Share

સુરતઃ શહેરમાં લોકોમાં હવે પ્રાણીઓને અપનાવવાનો ક્રેઝ વધતો જાય છે. એક જીવદયા પ્રેમી એનજીઓ દ્વારા પ્રાણીઓના એડોપ્શનનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં શ્વાન-બિલાડી મળીને 103 એડોપ્શન થયા છે. જેમાં 15 જેટલા સ્ટ્રીટ ડોગ પણ છે. હાલ અંદાજે 165 પાલતુ પ્રાણીઓ માટે 500 પરિવારોની એડોપ્શન માટે  લાઈન લાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં અંદાજિત 2 લાખ કરતાં પણ વધુ પાલતુ પ્રાણીઓ છે. અહીં શ્વાન, બિલાડી, ઘોડા વગેરે પ્રાણીઓ પાળવામાં આવે છે. ત્યારે કોરોનાકાળમાં જ્યારે એક તરફ અને પાલતુ પ્રાણીઓને રસ્તે રઝળતા છોડી દેવાયા હતા, તો કેટલાકને પાણીપ્રેમી સંસ્થાને પણ સોંપાયા હતા. જોકે સારી વાત એ છે કે પક્ષી-પ્રાણીઓ માટે કામ કરતી શહેરની પ્રયાસ નામની એક સેવાભાવી સંસ્થા દ્વારા એડોપ્શન સેન્ટર શરૂ કરી એક નવી પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આ પહેલ પ્રથમ છે. કોરોનાકાળમાં અહીંથી 103 જેટલા પાલતુ પ્રાણીઓને એડોપ્ટ કરાયા હતા. જેમાં મોટે ભાગે શ્વાન  અને બિલાડી છે. જે રીતે એક બાળકને એડોપ્ટ કરવા માટેની પ્રોસિજર હોય છે, તેવી પ્રોસિજર પાલતુ પ્રાણીઓને માટે પણ અહીં કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પ્રાણીઓનું તેમજ પરિવારોનું કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે. પ્રયાસ સંસ્થાના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે,  અહીં અમે એવા પ્રાણીઓને સાચવીએ છીએ જેમને ક્યાં તો તરછોડી દેવાયા હોય અથવા જેમને કોઈક કારણોસર રાખી ન શકવાને કારણે અમને સોંપાયા હોય. અહીં તેમના હેલ્થ, જમવાની અને રહેવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવે છે. એડોપ્શન માટે પરિવાર તેમજ તે શ્વાન કે બિલાડીનું બોન્ડીંગ, બન્નેના બિહેવીયર, આર્થિક પરિસ્થિતિ, પ્રેમ વગેરે દરેક બાબતોનું ધ્યાન રાખ્યા બાદ જ તે પ્રાણી પરિવારને સોંપાય છે. અહીંથી માત્ર સુરતમાં જ નહીં મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ ,વલસાડમાં પણ એડોપ્શન થયા છે. હાલમાં અહીં 12 થી 15 એનિમલ છે કે જે એડોપ્શન માટે તૈયાર છે અને તેમને માટે 500 પરિવાર વેઈટિંગ લિસ્ટમાં છે. દર ત્રીજા દિવસે અંદાજિત એક એનિમલ કોરોનાકાળમાં એડોપ્ટ થયા છે. જેમાં સ્ટ્રીટ ડોગને પણ એડોપ્ટ કરવાનો રેશિયો 15 થી 20 ટકા છે. જેથી કહી શકાય કે લોકોમાં પહેલા કરતા જાગૃતતા આવી છે.